રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! માનસિક રીતે અસ્થિર પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ, છરીથી કર્યો હતો બે સંતાન અને પત્ની પર હુમલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-08 12:03:40

એક તરફ લોકો જ્યારે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં ખુની ખેલ ખેલાયો છે. ધૂળેટીના દિવસે રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવાર પર હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ મહિનાની પુત્રીનું મોત થયું છે જ્યારે તેમની પત્ની અને ચાર વર્ષના પુત્રને ઈજાઓ પહોંચી છે. બાળકીએ પોતાના પતિને કારણે જીવ ગુમાવ્યો છે. પિતાએ જ પરિવાર પર હુમલો કર્યો છે. 


મગજથી અસ્થિર પિતાએ લીધો બાળકીનો જીવ  

રાજકોટમાં રહેતા પરિવાર પર પિતાએ જ હુમલો કરતા આ ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હુમલાને કારણે ત્રણ મહિનાની દીકરીનું મોત થયું છે. મૃતકની માતાએ કહ્યું કે મારો પતિ મગજથી અસ્થિર છે. દીકરી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે.


ઘાતક હુમલામાં પત્ની અને પુત્ર થયા ઈજાગ્રસ્ત 

આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ અંગે પ્રાથમિક વિગતો આપતા પોલીસે જણાવ્યું કે ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપોર્ટમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પતિએ ચપ્પા વડે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો. ઘાતકી હુમલો થતાં તેની પત્ની તેમજ તેના પુત્રને ઈજા પહોંચી છે જ્યારે ત્રણ માસની દીકરીનું મોત થયું છે. 


માતાજીના કહેવા પર પતિએ પરિવાર પર કર્યો હુમલો!

મૃતકના માતાએ નિવેદન આપ્યું કે  જેમાં તેઓ કહી રહ્યા છે કે મારો પતિ માનસિક રીતે અસ્થિર છે. તેણે માતાજી આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. આ નિવેદન બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી પતિ પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી દીધી છે. હુમલામાં ઈજાગ્રસ્ત પત્ની અને પુત્રની સારવાર ચાલી રહી છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...