Ahmedabadમાં વધ્યા હત્યાના બનાવ, છેલ્લા 12 કલાકમાં 3 લોકોના થયા મોત, જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2023-10-31 16:45:51

ગુજરાતના અનેક લોકોમાં કાયદા વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવા અનેક કિસ્સાઓ આપણી સામે અવારનવાર આવી રહ્યા છે. આ રાજ્યને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા, લૂંટ જેવા કિસ્સાઓ બનતી હતા પરંતુ બહુ ઓછા..! ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમદાવાદમાં ધોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. અમદાવાદ શહેરના દધીચિ બ્રિજ રિવરફ્રન્ટ પર ફાયરિંગ સાથે હત્યાનો બનાવ બન્યો છે તેવી માહિતી સામે આવી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

2016 પઠાણકોટ હુમલાના હેન્ડલર શાહિદ લતીફની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી  મારીને હત્યા - ChiniMandi

માતાની હત્યાની તપાસમાં 1 માસ પહેલાં પુત્રીની હત્યાની ખબર પડી |  investigation of the murder of the mother the murder of the daughter came  to light 1 month ago

જાહેરમાં કરાઈ યુવકની ગોળી મારીને હત્યા!

અમદાવાદમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે. પોલીસની કામગીરી પર પણ આ અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ હત્યાનો બનાવ બન્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં નવરાત્રીની રાતે યુવકની લાશ મળી આવી હતી. આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ અમદાવાદમાં બન્યો છે. દધિચિ બ્રિજ રિવરફ્રન્ટ પર એક વ્યક્તિને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે. જે યુવાનની જાહેરમાં હત્યા કરાઈ છે તેનું નામ સ્મિત ગોહિલ છે તેની માહિતી સામે આવી છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

AHMEDABAD: Another Controversial Decision By AMC, Sports Complex On  Sabarmati Riverfront To Be Handed Over To Adani | અમદાવાદઃ AMC નો વધુ એક  વિવાદાસ્પદ નિર્ણય, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા ...

હત્યાના અનેક બનાવો આવી રહ્યા છે સામે 

છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં ત્રણ લોકોની હત્યા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. એક તો આ ઘટના બની જેમાં એક યુવકની હત્યા થઈ ગઈ અને યુવકનું મોત થઈ ગયું. તે ઉપરાંત વટવામાં પણ એક મહિલાની હત્યા કરવામાં આવી. ગળું દબાવીને મહિલાની હત્યા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં મહિલાના પતિએ બે ભાઈ અને ભાભી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.