Gujaratમાં વધ્યા હત્યાના બનાવ! Rajkotમાં યુવકની કરાઈ હત્યા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-30 11:54:30

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. હત્યા જેવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ હવે હત્યા જેવો શબ્દ સામાન્ય બની ગયો છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવતા હોય છે કે આ જગ્યા પર હત્યાનો બનાવ બન્યો, આ જગ્યા પર ફાયરિંગની ઘટના બની. સામાન્ય રીતે હત્યા પૈસાને કારણે કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે પૈસાની લેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય જયદીપ મકવાણા પર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો. સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. 


4500 રુપિયા માટે યુવક પર કરાયો હુમલો!

જાહેરમાં ફાયરિંગ થવું, કોઈની પર હુમલો થવો અને મોત થવું જાણે સામાન્ય બની ગયું છે રાજ્યમાં તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં પ્રતિદિન આવા હત્યાના બનાવો બની રહ્યા છે. નાની નાની વાતને લઈ લોકો હત્યા કરી નાખે છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં 4500 રુપિયાને લઈ યુવક પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો.મળતી માહિતી અનુસાર સોમવાર રાત્રે આ ઘટના બની હતી. 


ગઈકાલે રાત્રે બની આ ઘટના!

જે વ્યક્તિનું મોત થયું છે તેમના કૌટુંબિક કાકા પ્રવીણ મકવાણા પાનફાડી ખાવા માટે સિદ્ધિવિનાયક પાનની દુકાન ખાતે ગયા ગતા. આ સમય દરમિયાન બે વ્યક્તિઓ ત્યાં આવે છે અને તેમને કહેવા લાગે છે કે તમારા 4500 રુપિયા બાકી છે. તમે પૈસા આપી દો. તે સમયે પ્રવીણ મકવાણાએ કહ્યું કે તેમની પાસે પૈસા નથી. થોડા સમય પછી પૈસા આપી દઈશ. આ સાંભળતા જે બે ભાઈઓ ત્યાં આવ્યા હતા તે બોલાચાલી કરવા લાગ્યા. 


લોહીલુહાણ અવસ્થામાં યુવકને ખસેડાયો હોસ્પિટલ! 

જે વખતે આ બોલાચાલી થઈ રહી હતી તે વખતે પ્રવીણ મકવાણાના ભત્રીજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું એ જયદિપ મકવાણાએ પેલા બે વ્યક્તિઓને બોલાચાલી ન કરવાનું કહ્યું. ગાળો ન આપવાનું કહેતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. દુકાનની બહાર યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. આડેધડ ઘા જયદીપ મકવાણાને કરવામાં આવ્યા. યુવકને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો. જયદીપ મકવાણાને લોહી લુહાણ વાળી હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.  જે લોકોએ આ હુમલો કર્યો તે ફરાર થઈ ગયા હતા. 



લુખ્ખાતત્વો બની રહ્યા છે બેફામ!

મહત્વનું છે કે સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આવા કિસ્સાઓ બનતા આવા દાવા પર સવાલ ઉઠે છે. જાહેરમાં ફાયરિંગની ઘટના બને છે તો ક્યાંક જાહેર રસ્તા પર લોકો પર હુમલો કરવામાં આવે છે. અસામાજીક તત્વો બેફામ બન્યા છે તે આવી ઘટનાઓથી લાગે છે. આવી ઘટનાઓ અટકતી ક્યારે બંધ થશે એ પ્રશ્ન છે...        



પહેલા ધોરણમાં ભણતુ બાળક હસતુ રમતુ સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછુ જ ન આવે તો....રાત્રે ઘરે પહોંચે મૃતદેહ.... તો મા-બાપ પર શું વિતતુ હશે...છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની કે એક નિઃસાસો છુટી જાય કે ગમે તેટલો વિકાસ કરો

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે..