16 સપ્ટેમ્બરથી મ્યુનિસિપલ અધિકારી તેમજ કર્મચારીઓ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા નિર્ણય અંતર્ગત કોર્પોરેશનના વર્ગ 1,2 અને વર્ગ 3 તેમજ કોર્પોરેશનના કર્મચારીઓએ ઓનલાઈન હાજરી પૂરાવી પડશે. નોકરી સ્થળેથી પોતાની સેલ્ફી લઈ smart city 311 પર મૂકવી પડશે. તે ઉપરાંત ફિલ્ડ પર કામ કરી રહેલા કર્મચારીઓએ ઓનલાઈન કામગીરીનો રિપોર્ટ રજૂ કરવો પડશે. તે ઉપરાંત જતી વખતે પણ સેલ્ફી લઈ હાજરી ભરાવી પડશે.
એપ્લિકેશન દ્વારા થશે અધિકારીઓની એન્ટ્રી
અનેક વખત AMCના કર્મચારીઓ સમયસર હાજર
નથી થતા તેમજ વહેલા નીકળી જતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીને મળતા કર્મચારી
માટે નવો નિયમ લાગૂ કરાયો છે. ઘણી વાર અધિકારી પોતાની ઓફિસે ન મળતા લોકોને મુશ્કેલી
વેઠવાનો વારો આવે છે. ત્યારે પોતાના વર્કિંગ અવર્સ દરમિયાન અધિકારીઓ હાજર રહે તે માટે
સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. Smart city 311 એપ્લિકેશન પર સેલ્ફી લઈ પોતાની
વિગતો ભરવાની રહેશે. વર્ગ 4ના અધિકારો માટે અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
હવેથી અધિકારીઓ અને કર્મચારીઓ આ એપ્લિકેશમાં પન્ચિંગ અને પંચઆઉટ કરી સેલ્ફી લઈ
હાજરી પૂરાવાની રહેશે. આ નિર્ણયથી 25 હજાર અધિકારીઓને સીધી અસર થવાની છે.