મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં આવેલાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ નગર નિગમની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગર નિગમ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધેલા મંદિરોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અતિક્રમણ હટાવવા માટે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા વહેલી સવારથી કામગીરી કરવામાં આવી હતી.
રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના
ગેરકાયદેસર રીતે અનેક બાંધકામો કરવામાં આવતા હોય છે. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે મધ્યપ્રદેશના બેલેશ્વર મહાદેવ મંદિરને તોડવામાં આવ્યું હતું. સોમવારે સવારે ગેરકાયદેસર નિર્માણને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રામનવમીના દિવસે પગથિયાની છત ધારાશાયી થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 36 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર તોડાયું
મંદિર તોડવાની કાર્યવાહી કરવા નગર નિગમની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ પહોંચી ગઈ હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. રાત્રે નોટિસ પણ લગાવવામાં આવી હતી. પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અતિક્રમણ હટાવવા જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.