કચ્છના મુન્દ્રા પોર્ટમાં DRIનો સપાટો, રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપ્યો, કન્ટેનર જપ્ત કરી તપાસ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-11 22:41:14

કચ્છના મુન્દ્રા પોર્ટ પર  DRIએ પાડેલા દરોડામાં રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપાયો છે. DRIની તપાસમાં મિસડિક્લેર કરેલા કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો એન્ટિક સામાન ઝડપાયો છે. આ કન્ટેનરમાંથી જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી આવી છે. 19મી સદીની અનેક વસ્તુઓ સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પરથી વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ સહિત ઐતિહાસિક કલાકૃતિઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.


બાતમીના આધારે કન્ટેનરની તપાસ


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ચોક્કસ બાતમીના આધારે UAEથી આયાત કરવામાં આવી રહેલા એક કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. UAEથી આવેલા આ કન્ટેનરમાં કિંમતી સામાન નીકળ્યો હતો. જેને કસ્ટમ્સ સમક્ષ વિગતવાર તપાસ માટે "અનકમ્પેઈન્ડ બગેજ ફોર પર્સનલ ઈફેક્ટ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. DRIની આ તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું. જે પૈકી કેટલાક લેખો 19મી સદીના છે. આમાંના કેટલાક લેખો કિંમતી પથ્થરો, સોના-ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. ઉલ્લેખનિય છે કે ડ્ર્ગ્સની તસ્કરી માટે બદનામ મુદ્રા પોર્ટ પરથી બહુમૂલ્ય એન્ટિક ચીજો મળી આવતા સૌને આશ્ચર્ય થયું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...