ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક અને બીજી છે ભાવનગર લોકસભા બેઠક.. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ બહાર પાડી હતી જેમાં અહમદ પટેલના બાળકોનો સમાવેશ થાય છે. ત્યારે ચૂંટણી પહેલા અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જે ચોકાવનારી છે..
ચૈતર વસાવા છે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર
સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. પ્રચાર માટે રાજકીટ પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક વખત પ્રચાર વખતે સાથે જોવા મળતા હોય છે ગઠબંધનને કારણે.. ભરૂચ લોકસભા બેઠક પર આપના નેતા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં અહમદ પટેલના સંતાનોના નામનો સમાવેશ હતો..
શું કહ્યું મુમતાઝ પટેલે?
સ્ટાર પ્રચારકની યાદીમાં નામ હોવાને કારણે લાગતું હતું કે ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલ પ્રચાર કરશે. પરંતુ આ બધા વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે...નિવેદન આપતા મુમતાઝ પટેલે કહ્યું હતું કે, ચૈતર વસાવાએ મારુ સમર્થન નથી માંગ્યું , કદાચ ચૈતર વસાવાને મારી જરૂર પણ નથી . હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ. અને હું હાલ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છું. મુમતાઝ પટેલના નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે...