મુંબઈના કાંદિવલીમાં બાઇક પર આવેલા બે સખ્શોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.ફાયરિંગ કેસમાં ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે બંને આરોપીઓએ કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
મુંબઈના કાંદિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે બાઇક પર આવેલા બે બદમાશોએ રસ્તા પર ઊભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ફાયરિંગ બાદ તમામ બદમાશો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બાબતે મુંબઈ પોલીસના ડીસીપી ઠાકુરે જણાવ્યું કે બંને આરોપીઓએ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે.