દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદને કારણે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.. મુંબઈમાં આવતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બનીને આવે છે.. ત્યાં વરસાદ ચાલુ થાય છે તો અનેક દિવસો સુધી બંધ નથી થતો તેવું કહેવામાં આવે છે.. ત્યારે હમણાં પણ દેશની આર્થિક રાજધાની જળમગ્ન થઈ છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. છેલ્લા 6 કલાકની અંદર 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત
મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે... માયા નગર તરીકે ઓળખવામાં આવતી મુંબઈ નગરીના પૈડા વરસાદને કારણે થંભી ગયા છે.થોડા કલાકની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 6 કલાકના સમયગાળા દરમિયાન 11થી 12 ઈંચ જેટલો વરસતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.. ભારે વરસાદને કારણે સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
આસામમાં પણ પૂર જેવી પરિસ્થિતિ
ભારે વરસાદની સૌથી વધારે અસર ટ્રેનો પર પડી છે.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ના માત્ર ટ્રેનોને અસર પહોંચી છે પરંતુ અનેક બસોના રૂટને બદલવાની ફરજ પડી છે.. પુર જેવી સ્થિતિ ના માત્ર મુંબઈમાં છે પરંતુ આસામમાં પણ આવી જ પૂર જેવી સ્થિતિ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે.