Mumbai : વરસાદ અને તોફાને મચાવી તબાહી! ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લગાવેલું હોર્ડિંગ તૂટી પડ્યું અને સર્જાઈ મોટી દુર્ઘટના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-14 12:01:24

રાજ્યના તેમજ દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે... ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક થઈ પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ.. આંધી તૂફાન સાથે આવેલા વરસાદને કારણે જાનહાની પણ થઈ છે.. મુંબઈના ઘાટકોપરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.. જોરદાર પવનના કારણે પેટ્રોલ પંપ ઉપર આવેલું એક મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને 14 જેટલા લોકોના મોતનું કારણ બન્યું.. 88 લોકો આ દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે.. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે...

 

હોર્ડિંગ પડી જવાને કારણે થયા અનેક લોકોના મોત 

મુંબઈમાં વાવાઝોડાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.... આંધી વંટોળ જેવું વાતાવરણ સર્જાયું, વાતાવરણમાં પલટો આવ્યો, તેજ હવા વહેવા લાગી, વરસાદ આવ્યો... આ ઘટનામાં એક દુર્ઘટના સર્જાઈ... ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર લાગેલું મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને અનેક લોકોના મોતનું કારણ બન્યું. ત્યાં હાજર લોકો પર હોર્ડિંગ પડી ગયું, ગાડીઓ પણ દટાઈ ગઈ.. 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે  અનેક લોકોની સારવાર ચાલી રહી છે તેવી માહિતી સામે આ વી છે... ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટોને પણ ડાઈવર્ટ કરવામાં આવી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.. મુંબઈથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયંકર હતા. જે હોર્ડિંગ પડ્યું તે ગેરકાયદેસર હતું તેવું નિવેદન બીએમસી દ્વારા આપવામાં આવ્યું છે.. 

ગુજરાતમાં પણ થયા ત્રણ જેટલા લોકોના મોત 

મહત્વનું છે કે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ.. કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ તેમજ વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત ગુજરાતમાં થયા છે તેવી માહિતી સામે આવી છે.. અનેક પશુઓના પણ મોત થઈ ગયા છે... આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે....    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે