પોલીસ પ્રજાનો મિત્ર:મુંબઈ પોલીસે 24 કલાકમાં અઢી મહિનાની છોકરીને શોધી કાઢી


  • Published By :
  • Published Date : 2022-10-29 10:01:28

મુંબઈ શહેરના એક ફૂટપાથ પર દંપતી પોતાના બાળકો સાથે ઊંઘી રહ્યુ હતું. દંપતીની આંખ ખુલી ત્યારે અઢી મહિનાની બાળકી ત્યાં હાજર નહોતી. પોલીસ ફરિયાદ કરવામાં આવી તો પોલીસે પોતાની આઠ ટીમો કામ પર લગાવી અને ખબરીઓની પણ મદદ લીધી. આખરે 24 કલાકની અંદર પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી હતી.

Image

મુંબઈ- ફૂટપાથ પરથી કિડનેપ કરવામાં આવેલી 71 દિવસની બાળકીને શોધવા માટે મુંબઈ પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું અને 24 કલાકની અંદર તેને શોધીને માતા-પિતાને સોંપી. આટલુ જ નહીં, અપહરણ કરનાર કપલની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ પાસેના ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. તેના માતા-પિતા તે સમયે ઊંઘી રહ્યા હતા. પોલીસને શંકા છે કે દંપતીએ બાળકીને વેચવાના ઈરાદા સાથે કિડનેપ કરી હશે.

Image

મુંબઈ શહેરના પોલીસ કમિશનર જણાવે છે કે, અમે આઠ પોલીસ ટીમ તૈયાર કરી અને આરોપીને ફરિયાદ દાખલ થઈ તેના 12 કલાકમાં જ પકડી લીધો હતો. બાળકીનું નામ અલિશા છે અને તેના 35 વર્ષીય પિતા છાકરામ શેખર છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકીને જોયા પછી તે કમિશનરના પગે પડી ગયો હતો અને અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો. માતા મનિષા શેખરની ખુશીનું પણ કોઈ ઠેકાણુ નહોતું.


ત્રણ ભાઈ-બહેનોમાં અલિશા સૌથી નાની છે. જ્યારે અડધી રાતે તેના માતા-પિતાની આંખ ખુલી તો તેમણે જોયું કે દીકરી ગાયબ છે. તેમણે આસપાસ દીકરીને શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારપછી તેઓ આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ કમિશનરે આ બાબતે વધારે જાણકારી આપતા જણાવ્યું કે, આઝાદ મેદાન, એલટી માર્ગ, જેજે માર્ગ તેમજ ડોંગરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ટીમ તૈયાર કરવામાં આવી હતી. અમને લાગ્યું કે આરોપી એકલો નહીં હોય, તે આખી ગેંગ હોઈ શકે છે અને તે દિશામાં અમારી તપાસ ચાલુ છે.


સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શબાના શેખની આગેવાનીમાં ડોંગરી પોલીસ સ્ટેશનની ટીમે બિહારી નાકા પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો. વડાલામાં શાંતિ નગર ખાતે રહેતા 46 વર્ષીય હનીફ મેમણ અને તેની પત્ની 39 વર્ષીય આફરીનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દંપતીની એક 13 વર્ષીય દીકરી છે અને નવ વર્ષનો દીકરો છે. એક અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ જોઈને અમને જાણ થઈ કે હનીફ મેમણે બાળકીને કિડનેપ કરી છે અને તે CSMT રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે. તે ટ્રેનમાં બેઠો હતો અને વડાલા ઉતરી ગયો હતો. અહીંથી તેણે ટેક્સી લીધી હતી, પરંતુ ટેક્નીનો ચોક્કસ રુટ અમે પકડી નહોતા શક્યા. અમે અમારા તમામ ખબરીઓને સક્રિય કર્યા અને 100થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા. અપહરણ કરતી વખતે આરોપી આફરીન પતિ સાથે હાજર નહોતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેની સંડોવણી પણ સામે આવી અને પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી.


એક ખબરીએ બુધવારની સાંજે પોલીસને માહિતી આપી કે હનીફ મેમણ પત્ની, દીકરા અને એક નાની બાળકી સાથે ભરણી નાકા નજીક જઈ રહ્યો છે. વડાલા વિસ્તારમાં સ્થિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. પોલીસે સૌથી પહેલા તો બાળકીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી અને ત્યારપછી પતિ-પત્નીની અટકાયત કરી. 3 નવેમ્બર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હનીફ દક્ષિણ મુંબઈમાં જંતુનાશક દવાઓ વેચવાનું કામ કરતો હતો. બાળકીનું અપહરણ કરતા પહેલા તેણે તે વિસ્તારની રેકી પણ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?