મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સી છિનતા ચાહકોમાં રોષ, રોહિત શર્માએ આપી આ પહેલી મોટી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-12-17 20:29:51

15મી ડિસેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપી ત્યારથી ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના પ્રશંસકો ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવેલા આ પગલાથી ખૂબ નારાજ છે અને તેમનો ગુસ્સો ઈન્ટરનેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવ્યા બાદ ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોરચો ખોલી દીધો છે. તાજેતરમાં, એક વિડિયો સામે આવ્યો હતો જેમાં એક ચાહકે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને કેપને આગ લગાવી દીધી હતી અને ફેન્સે ફ્રેન્ચાઈઝીના ફેમ બેઝથી  પોતાને અલગ કરી દીધા છે.


રોહિત શર્માને જાણ કરાઈ હતી


હાર્દિક પંડ્યા માત્ર કેપ્ટન બનવાની શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો હતો. આ અંગે રોહિત શર્માને પણ જાણ કરવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ રોહિત શર્માને આ અંગે કહેવામાં આવ્યું હતું કે IPL રિટેન્શન દરમિયાન હાર્દિક પંડ્યાને આ શરતે મુંબઈ ઈન્ડિયન્સમાં લાવવામાં આવી રહ્યો છે કે તે ટીમની કમાન સંભાળશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા હાર્દિકની કપ્તાનીમાં રમવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત શર્મા અંતિમ નિર્ણય શું લે છે.


MIના ઓફિશિયલ પેજને અનફોલો કર્યું


હવે રોહિત શર્માની પહેલી મોટી પ્રતિક્રિયા જોવા મળી છે. રોહિત શર્માએ ટ્વિટર પર મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ પેજને અનફોલો કરી દીધું છે. જે બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આ ટીમ પણ છોડી શકે છે. વર્ષ 2013માં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ જ સિઝનમાં, ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. તે પછી રોહિત શર્માએ પાછું વળીને જોયું નથી અને 2015, 2017, 2019 અને 2020માં ટીમને ફરીથી ટાઈટલ અપાવ્યું હતું. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ટાઈટલ ડિફેન્ડ કર્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?