મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સમર્થિત PMMLએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, પુત્ર તલ્હા સઈદ પણ ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2023-12-25 23:25:51

પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદાના રાજકીય પક્ષે પણ આ ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. હાફિઝ સઈદે પોતાના નવા રાજકીય સંગઠનમાંથી રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD)ના કેટલાક અન્ય નેતાઓ સાથે ટેરર ફંડિંગના અનેક કેસમાં દોષિત જાહેર થયા બાદ 2019થી જેલમાં છે. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (PMML) પાર્ટીનું કહેવું છે કે તે એક રાજકીય પક્ષ છે, જેનું ચૂંટણી પ્રતીક 'ખુરશી' છે.


હાફિઝ સઈદના પુત્રને ટિકિટ મળી 


PMML પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે તેમની પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઇસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ. ઉલ્લેખનિય છે કે ખાલિદ મસૂદ સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને લાહોરના એનએ-127થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે, ખાલિદ મસૂદ સિંધુએ સોમવારે દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને PMML સાથે કોઈ લેવાદેવા નથી.


હાફિઝ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઈનામ  


2024ની ચૂંટણી માટે MML પર પ્રતિબંધના કારણે PMMLની રચના કરવામાં આવી છે. અમેરિકાએ આતંકી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે. હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલી છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?