મુંબઈ એરપોર્ટને શનિવાર રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈ મેલમાં ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોંબ રાખવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. ઈ મેલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જો કે ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો આવું કાંઈ પણ મળ્યું નહોતું. આ સ્થિતીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોંબ હોવાનો દાવો માત્ર અફવા જ હતી.
સુરક્ષા એજન્સીઓએ ઈમેલ કરનારની તપાસ શરૂ કરી
આ ફ્લાઈટ રાત્રીના સમયે મુંબઈથી અમદાવાદ જવાની હતી. જો કે બોંબની અફવાના કારણે ફ્લાઈટની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ મોડી રાત્રે ઉડાનભરી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ કોણે કર્યો અને કેમ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે.