મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે ઝઘડો થતાં મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ:સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:58:44

  • મહિલા કોન્સ્ટેબલ પણ લપેટામાં આવી ગઈ
  • બે મહિલા વચ્ચે સીટ પર બેસવા બાબતે શરુ થયો હતો ઝઘડો
  • નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર શરુ થઈ હતી બબાલ


  • થાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં બે મહિલા વચ્ચે શરુ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે આખા ડબ્બામાં બધી મહિલા મારામારી કરવા લાગી, ચોંકાવનારી ઘટનાનો વિડીયો પણ થયો વાયરલ, 27 વર્ષની એક યુવતી તેમજ અન્ય એક મહિલા સામે વાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી. કોન્સ્ટેબલ પણ ઝઘડામાં ઈજાગ્રસ્ત.

  • મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓ માટે આરક્ષિત ડબ્બામાં આ બબાલ થઈ હતી, જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલીક મહિલા ઘવાઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાને વાળ ખેંચીને ગમે તેમ ફટકારી રહી છે. આ ઘટના થાણે-પનવેલ લોકલ ટ્રેનની હોવાનું સામે આવ્યું છે.

  • પોલીસના જણાવ્યા અનુસાર, નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર બેસવા બાબતે ત્રણ મહિલા વચ્ચે ઝઘડો શરુ થયો હતો. જેણે જોતજોતામાં જ રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું અને બીજી મહિલાઓ પણ તેમાં સામેલ થઈ જતાં આખા ડબ્બામાં જાણે અફરાતફરી સર્જાઈ હતી. મહિલા કોન્સ્ટેબલને તો આ ઘટનામાં માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

  • પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા ટ્રેનમાં થાણે સ્ટેશનથી પોતાની પૌત્રી સાથે ચઢી હતી, જ્યારે અન્ય એક મહિલા કોપારખૈરાને સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી. બંને મહિલા એક સીટ નજીક ઉભી હતી અને તેના ખાલી થવાની રાહ જોઈ રહી હતી. તુર્ભે સ્ટેશન પર આ સીટ ખાલી થતાં પૌત્રી સાથે મુસાફરી કરી રહેલી મહિલાએ છોકરીને તેના પર બેસાડી દીધી હતી. જોકે, તે જ સમયે બીજી મહિલા પણ સીટ પર બેસવા ગઈ હતી. જેના પર તેમની વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ ઝઘડામાં બીજી મહિલા પેસેન્જર પણ સામેલ થઈ ગઈ હતી, અને જોતજોતામાં આખા ડબ્બામાં જાણે મારામારી ચાલુ થઈ ગઈ હતી.

  • આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલ દરમિયાનગીરી કરવા જઈ રહી હતી ત્યારે તેને પણ કેટલીક મહિલાઓએ ટપલી દાવ કરી ઈજાગ્રસ્ત કરી હતી. પોલીસે 27 વર્ષની એક યુવતી અને બીજી એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. તેમના પર કલમ 352, 332 અને 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.