મુકુલ રોહતગી દેશના આગામી એટર્ની જનરલ બનશે. તે 1 ઓક્ટેબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે, આ પહેલા મુકુલ રોહતગીએ 2014થી 2017 સુધી કેન્દ્રની મોદી સરકારના પહેલા 3 વર્ષ દરમિયાન એટર્ની જનરલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જો કે જૂન 2017માં તેમણે વ્યક્તિગત કારણોથી એટર્ની જનરલના પદેથી રાજીનામું આપી દીધું હતું. તે કેકે વેણુગોપાલનું સ્થાન લેશે. વેણુગોપાલનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. રોહતગી દેશના 14માં એટર્ની જનરલ બનશે.
90 વર્ષીય વેણુગોપાલ થશે નિવૃત
વેણુગોપાલે હાલમાં જ સુપ્રીમ કોર્ટને સંકેત આપ્યો હતો કે તેઓ 30 સપ્ટેમ્બર પછી પદ સંભાળશે નહીં. આ વર્ષના જૂનના અંતમાં, વેણુગોપાલનો કાર્યકાળ ત્રણ મહિના અથવા “આગળના આદેશો સુધી” લંબાવવામાં આવ્યો હતો. આ એક્સટેન્શન 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાનું છે. 90 વર્ષીય વેણુગોપાલ વધતી ઉંમર અને સ્વાસ્થ્ય કારણોથી સરકારના વધુ એક્સટેન્સનનો ઈન્કાર કર્યો હતો. વેણુગોપાલને 1 જુલાઈ, 2017 ના રોજ ત્રણ વર્ષની મુદત માટે એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે પાછળથી બે વાર એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું.