ઉત્તર પ્રદેશના વધુ એક માફિયા-નેતા મુખ્તાર અન્સારીની મુશ્કેલીઓ વધી છે, વારાણસીની MP/MLA કોર્ટે ડોન મુખ્તાર અન્સારીને 32 વર્ષ જુના એક કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આજે સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો છે. મુખ્તાર અંસારીને કોર્ટ લંચ બાદ સજા સંભળાવશે. પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી હાલ બાંદા જેલમાં બંધ છે.
#WATCH शांति व्यवस्था के दृष्टिगत जगह-जगह पर पर्याप्त फोर्स लगाई गई है। चेकिंग भी की जा रही है ताकि कोई अवांछित तत्व कचहरी के बाहर या अंदर न रहे। कोर्ट के चारों गेट पर भी फोर्स तैनात है: अवधेश राय हत्याकांड के फैसले से पहले अतुल अंजान त्रिपाठी, सहायक पुलिस आयुक्त, वाराणसी कैंट pic.twitter.com/ICDSullWTT
— ANI_HindiNews (@AHindinews) June 5, 2023
સમગ્ર મામલો શું છે?
#WATCH शांति व्यवस्था के दृष्टिगत जगह-जगह पर पर्याप्त फोर्स लगाई गई है। चेकिंग भी की जा रही है ताकि कोई अवांछित तत्व कचहरी के बाहर या अंदर न रहे। कोर्ट के चारों गेट पर भी फोर्स तैनात है: अवधेश राय हत्याकांड के फैसले से पहले अतुल अंजान त्रिपाठी, सहायक पुलिस आयुक्त, वाराणसी कैंट pic.twitter.com/ICDSullWTT
— ANI_HindiNews (@AHindinews) June 5, 2023અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીમાં અજય રાયના ઘરની બહાર અવધેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અજય રાયે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જોકે, 5 આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના મોત થયા છે. કોર્ટનો નિર્ણય આવતા પહેલા અજય રાયે કહ્યું કે, "તેમની 32 વર્ષની રાહ આજે પૂરી થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે." દરમિયાન, નિર્ણયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.