દેશના અગ્રણી બિઝનેસ મેન મુકેશ અંબાણી હવે ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ મુકેશ અંબાણી દેશની જાણીતી મોટર કંપની એમજી મોટર (MG Motor)નો બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે. આ રીતે અંબાણી પેટ્રોકેમિકલ બાદ નવા ઓટોમોબાઈલ બિઝનેસમાં પણ પ્રવેશી રહ્યા છે. મળતા સમાચારો મુજબ MG Motorની ચીનની પેરેન્ટ કંપની SAIC તેનો બહુમતી હિસ્સો વેચવા માગે છે. જે માટે તે દેશના અગ્રણી બિઝનેસ હાઉસ સાથે ચર્ચા કરી રહી છે.
SAIC કંપની આ ગ્રુપ સાથે કરી રહી છે ચર્ચા
SAIC તેનો ભારતમાં કાર્યરત ઓટો મોબાઈલ બિઝનેશનો મેજોરીટી હિસ્સો વેચવા માગે છે. આ માટે કંપની દેશની અગ્રણી કંપનીઓ જેવી કે હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જો કે આમાં રિલાયન્સ ગ્રુપ સૌથી આગળ છે. આ માલે એમ જી મોટર આ વર્ષના અંત સુધીમાં ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણી જે એમજી મોટરને ખરીદવાની તૈયારીમાં છે.
શા માટે એમજી મોટરમાં હિસ્સો વેચી રહી છે કંપની?
એમજી મોટરની પેરેન્ટ કંપની SAIC તેનો મેજોરીટી હિસ્સો વેચી રહી છે, તેનો અર્થએ કે કંપની એમજી મોટર ઈન્ડિયા પોતાનો 50 ટકાથી પણ વધુ હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. જો આ ડિલ પુરી થઈ જાય છે તો એમ જી મોટરના ભારત સ્થિત ઓટો મોબાઈલ બિઝનેશ પર રિલાયન્સ ગ્રુપનો કબજો થઈ જશે. હકીકતમાં એમજી મોટરને તેના બિઝનેશને આગળ વધારવા માટે નાણાંની જરૂર છે. આ માટે તે પોતાની કંપનીનો મોટાભાગનો હિસ્સો વેચવા માગે છે.