અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નાથદ્વારામાં સગાઈ, રોકા સેરેમનીમાં બંને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 16:06:06

અંબાણી પરિવાર માટે આજે ખુશીનો દિવસ છે, રિલાયન્સ ગૃપના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ છે. અનંત અંબાણીએ  અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની (સગાઈ) રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાઈ છે. તેમની રોકો સેરેમનીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટિઝ આ યુગલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


રાધિકા મર્ચન્ટ કોણ છે?


રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને વર્ષોથી ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના વિવિધ કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના  CEO અને મુકેશ અંબાણીના સારા મિત્ર છે. રાધિકા અને ઈશા અંબાણી વચ્ચે પણ સારી મિત્રતા છે, અનંત અંબાણીની લેડી લવ એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે.  રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યારપછી અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં રાધિકાએ પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઈન કરી હતી. તેને રિડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનો શોખ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?