ગૃહમંત્રાલયે દેશના જાણિતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષાને વધારી દીધી છે. મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. અત્યાર સુધી તેમની પાસે ઝે કેટેગોરીની સુરક્ષા હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરોની રિપોર્ટ બાદ હવે મુકેશ અંબાણીને ઝેડ પ્લસ કેટેગોરીની સુરક્ષા આપવામાં આવશે.
શું હોય છે ઝેડ પ્લસ સિક્યોરિટી
વેરી વેરી ઈમ્પોર્ટન્ટ પર્સનને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. આ સિક્યોરિટીમાં ચારે બાજુ સિક્યોરીટી આપવામાં આવે છે. આ કેટેગરીમાં 58 કમાન્ડો હોય છે. આ સિવાય 10 હથિયાર સાથેના સ્ટૈટિક ગાર્ડ હોય છે, 6 પીએસઓ, 24 જવાન, 5 વોચર્સ બે શિપ્ટમાં કામ કરે છે. આ સિવાય એક ઈન્સપેક્ટર અથવા સબ ઈન્સપેક્ટર ઈન્ચાર્જ ખડેપગે સેવા આપે છે. આ સિવાય 24 કલાક માટે 6 ડ્રાઈવર આપવામાં આવે છે.