મુકેશ અંબાણીએ દુબઈના પામ જુમેરાહમાં 16.3 કરોડ ડોલરનું આલિશાન વિલા ખરીદ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:06:16

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઈમાં વધુ એક નવી આલિશાન વિલા ખરીદી છે. આ વિલા ખરીદવાની સાથે જ તેમણે પોતાનો જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીએ ગયા અઠવાડિયે લગભગ 16.3 કરોડ ડોલર (1,349.60 કરોડ રૂપિયા)માં કુવૈતના ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી પામ જુમેરાહમાં વિલા ખરીદી છે. 


રિલાયન્સે વિલા ખરીદવા અંગે નિવેદન ટાળ્યું


દુબઈના લેન્ડ ડિપાર્ટમેન્ટે ખરીદનારની ઓળખ જાહેર કર્યા વિના સોદાની વિગતો આપી છે. રિલાયન્સ અને અલશાયાના પ્રતિનિધિઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કુવૈતના દિગ્ગજ બિઝનેસમેન અલશાયા ગ્રૂપ પાસે સ્ટારબક્સ, એચએન્ડએમ અને વિક્ટોરિયા સિક્રેટ સહિત રિટેલ બ્રાન્ડની સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે.


સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી ન્યૂયોર્કમાં પણ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક છે અને તે માટે શોધ ચલાવી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?