અંબાણી પરિવારને મોતની ધમકીનો કોલ કરનારો યુવક બિહારથી ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:26:15

જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. બિહારના દરભંગા જિલ્લામાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક અજાણ્યા નંબરથી બુધવારે ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. કોલરે આ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉપરાંત અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


કઈ રીતે પકડાયો આરોપી?


અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈના  D.B. માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. FIR દાખલ થતા જ મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધમકી આપનારનું લોકેશન શોધી કાઢ્યું હતું. કે જે બિહારમાં ટ્રેક થયું હતું. જેને લઈને મુંબઈ પોલીસે મધ્યરાત્રિએ બિહાર પોલીસની મદદથી આરોપીને બિહારથી અટકાયતમાં લીધો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


ઘટનાની વિગત શું છે?


મુકેશ અંબાણીને મળેલી ધમકીના સંદર્ભે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "બપોરે 12.57 કલાકે એટલે કે 5 ઑક્ટોબરે અને ફરીથી સાંજે 5.04 વાગ્યે, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કૉલ સેન્ટર પર કૉલ આવ્યો જેમાં હોસ્પિટલને ઉડાવી દેવાની અને મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સહિત અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.