ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને તેનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી અત્યાર સુધીની તમામ વર્લ્ડ કપ મેચમાં ભારતે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું છે આ વખતે પણ આ સિલસિલો જળવાઈ રહ્યો છે. 14 ઓક્ટોબરે યોજાયેલી મેચમાં પાકિસ્તાનની સમગ્ર ટીમ માત્ર 191 રનમાં ધરાશાઈ થઈ ગઈ હતી, ભારતે 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં 192 રન બનાવી સરળતાથી જીત મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું, જો કે આ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન તેની તેની વિકેટ ગુમાવી પવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાના ફેન્સએ સ્ટેડિયમમાં જય શ્રી રામ...જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રિઝવાનને ચીડવતા ભારતીય પ્રેક્ષકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શા માટે લગાવ્યા જય શ્રી રામના નારા?
પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે સદી ફટકાર્યા પછી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો અને ત્યાર બાદ તે સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા અને ICCને આ મુદ્દે કડક એક્શન લેવાની માગ કરી હતી. રિઝવાને તેની શાનદાર ઇનિંગ બાદ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, "આ (ઈનિંગ) ગાઝામાં અમારા ભાઈઓ અને બહેનો માટે હતી. જીતમાં યોગદાન આપીને સારું લાગ્યું. આ જીતનો શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે. "જેમણે તેને સરળ બનાવ્યું. હૈદરાબાદના લોકોના અદ્ભુત આતિથ્ય અને સમર્થન માટે હું ખૂબ આભારી છું."
This was for our brothers and sisters in Gaza. ????????
Happy to contribute in the win. Credits to the whole team and especially Abdullah Shafique and Hassan Ali for making it easier.
Extremely grateful to the people of Hyderabad for the amazing hospitality and support throughout.
— Muhammad Rizwan (@iMRizwanPak) October 11, 2023
આ મામલે ICCએ શું કહ્યું?
This was for our brothers and sisters in Gaza. ????????
Happy to contribute in the win. Credits to the whole team and especially Abdullah Shafique and Hassan Ali for making it easier.
Extremely grateful to the people of Hyderabad for the amazing hospitality and support throughout.
મોહમ્મદ રિઝવાને 10 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી શ્રીલંકા સામેની તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. મોહમ્મદ રિઝવાનના આ ટ્વીટ બાદ ICC પાસે કાર્યવાહીની માંગ ઉઠી હતી. મોહમ્મદ રિઝવાનની આ પોસ્ટ પછી ભારતના લોકો ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરવા લાગ્યા હતા. ભારતના લોકોએ આઈસીસીને આ મુદ્દે પગલાં લેવા જણાવ્યું હતું. હવે ICCએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે, "આ મુદ્દો મેદાનની બહારનો છે. તે તેમના વિસ્તારમાં નથી. આ વ્યક્તિગત અને તેના બોર્ડનો મામલો છે."