Vadodara: એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થતા હોબાળો, હિંદુ સંગઠનોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-09-26 22:58:38

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ અદા કરી રહ્યા હોવાનો વીડિયો જોવા મળ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


કડક કાર્યવાહીની માગ


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની રોકટોક વગર કેટલાક લોકો પોતાની ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ હિંદુ સંગઠનો રોષે ભરાયા હતાં અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે. તો શિવસેના નેતાએ અન્ય સમુદાયની પ્રવૃત્તિઓને ષડયંત્ર સાથે સરખાવી અને નમાજ અદા કરતા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની માગ કરી હતી. જોકે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


હાઇપાવર કમિટી કરશે નિર્ણય


વડોદરાની એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મહાદેવ મંદિર પાસે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો છે હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું. એફવાયબીકોમમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યોરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્ન ઊભા થયા હતા. વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે.આ મામલે MS યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની હાઇપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય કરશે.


અગાઉ પણ  નમાઝ મુદ્દે  થયો હતો વિવાદ


એમ એસ યુનિવર્સિટી અગાઉ પણ નમાઝ અદા કરવા બાબતે વિવાદમાં આવી હતી. વડોદરાની પ્રખ્યાત એમ એસ યુનિવર્સિટી વિવાદોના વાદળોમાં આવા મામલામાં અવારનવાર આવી રહી છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોએ પરિપત્ર જાહેર કરીને નમાઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે પરિપત્રનો અમલ ક્યારે થશે તે અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?