એમ.એસ.યુનિવર્સિટી એક વાયરલ વીડિયોને ફરી એક વખત વિવાદમાં આવી છે. એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલય બહાર બે લોકો નમાજ પડી રહ્યા છે. કેમ્પલની બહાર એક યુવક અને યુવતી નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદએ વિરોધ કર્યો હતો. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વીડિયો વાયરલ થતા વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ
આજકાલ એવા અનેક વીડિયો સામે આવે છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક અને યુવતી સંસ્કૃત મહાવિદ્યાલય બહાર નમાજ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદે આનો વિરોધ કર્યો છે. આ મામલે કાર્તિક જોશીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉપરાંત આ વાયરલ વીડિયો અંગે તપાસ કરવા પણ અપીલ કરી છે. વાયરલ વીડિયો પાછળથી લેવાયો છે. જેને કારણે લોકોના ચહેરા વીડિયોમાં દેખાઈ નથી રહ્યા.
વિશ્વ હિંદુ પરિષદે ઘટનાને લઈ ઉઠાવ્યા અનેક પ્રશ્ન
આ ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રીએ આ વીડિયો અંગે તપાસ કરવાની માગ કરી છે. કાર્તિક જોશીએ કહ્યું કે વીડિયોમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા છે તે યુનિવર્સિટીના નથી. યુનિવર્સિટી બહારના તત્વો કેવી રીતે પ્રવેશ કરી શકે. નમાજ અદા કરવા શા માટે સંસ્કૃત યુનિવર્સિટીને જ પસંદ કરી.