સોશિયલ મીડિયા પર છવાયા કેપ્ટન કૂલ! ફ્લાઈટમાં મુસાફરી કરતા ધોનીના વીડિયોથી લોકોએ કેમ ડાઉનલોડ કરી કેન્ડી ક્રશ ગેમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 15:13:43

એમ.એસ ધોની હંમેશા લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય વીતાવતા દેખાય છે. કોઈ તેમને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન તરીકે ઓળખે છે તો કોઈ તેમને કૂલ કેપ્ટન તરીકે ઓળખે છે. અનેક યુવાઓ તેમને પોતાનો આઈકોન માને છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ફ્લાઈટની ઈકોનોમી ક્લાસમાં મૂસાફરી કરી રહ્યા છે. યાત્રા દરમિયાન ધોની પાસે એક એર હોસ્ટેસ આવે છે અને તેમને ચોકલેટથી ભરેલી ટ્રે તેમને આપે છે. સાથે જ એક લેટર માહીને આપે છે, જેને વાંચી માહી હસી રહ્યા છે. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે એ વીડિયોમાં માહી કેન્ડી ક્રશ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં કરોડો લોકોએ કેન્ડી ક્રશ ડાઉન્લોડ કરી લીધી હતી.

  

ભરેલી ચોકલેટની ટ્રેમાંથી માત્ર એક ચોકલેટ લીધી

કંપનીની બ્રાન્ડીંગ કરતા આપણે અનેક કલાકારો, અભિનેતાઓને જોયા હશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં માહી પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન એક એર હોસ્ટેસ ચોકલેટ ભરેલી ટ્રે તેમની સામે લાવે છે. ટ્રેને હોસ્ટેસ ધોનીની બાજુમાં રાખે છે પરંતુ તેમાંથી ધોની માત્ર એક ચોકલેટ લઈ રહ્યા છે. સાથે જ એર હોસ્ટેસનો આભાર પણ માને છે. અને સાથે એક લેટર આપે છે. વાંચીને માહી ખુશ થઈ સ્માઈલ કરે છે. 


લાખો લોકોએ કેન્ડી ક્રશને કરી લીધી ડાઉનલોડ

આ સમગ્ર ઘટનાનું કેપ્ચર એક મુસાફરે કરી લીધું હતું. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ધોની કેન્ડી ક્રશ રમતા દેખાઈ રહ્યા છે. ટેબલ પર ધોની કેન્ડી ક્રશ રમતા જોવા મળી રહ્યા છે. ધોનીના ચાહકો જ્યારે જોયું કે તેમના ધોની ભાઈ કેન્ડી ક્રશ રમી રહ્યા છે તો પછી બીજું જોઈએ શું. લોકોએ ધનાધન કેન્ડી ક્રશ ગેમને ડાઉન્લોડ કરી દીધી. ટ્વિટર પર પણ કેન્ડી ક્રશ ટ્રેન્ડ થવા લાગ્યું અને એક અંદાજ પ્રમાણે વીડિયો વાયરલ થયાના 3 કલાકની અંદર જ લાખો લોકોએ ગેમને ડાઉન્ડલોડ કરી લીધી હતી. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..