હાથમાં શ્રીમદ ભગવત ગીતા અને ચહેરા પર સ્મિત, મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-01 18:23:48

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. ચેન્નાઇએ ગયા સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ને હરાવ્યું હતું. ચેન્નાઈને મેચના છેલ્લા બોલ પર જીત મળી હતી. ચેન્નાઈની સાથે મહેન્દ્ર સિંહ ધોનીનું આ 5મું IPLટાઈટલ છે. ધોની, જેણે છેલ્લે 2019 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તેણે ઘૂંટણની ઈજા સામે લડતા ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 


ભગવત ગીતા સાથેનો ફોટો વાયરલ


મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોનીના હાથમાં શ્રીમદ ભગવત ગીતા છે. કારમાં ફોટો ધોની ફોટોગ્રાફરને ગીતા બતાવી સ્મિત કરતો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધોનીને IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ડાબા પગના ઘૂટણમાં ઈજા પહોંચી હતી. તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં એક બોલને અટકાવવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


ફેન્સએ કરી પ્રશંસા


મહેન્દ્ર સિંહ ધોનીની ભગવત ગીતા સાથેની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોનીના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને ચહેરા પર સ્મિત છે. એક ફેન્સે લખ્યું દુનિયાના સૌથી મહાન લીડર, દુનિયાની સૌથી શ્રેષ્ઠ પુસ્તક વાંચી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?