રોજગાર મેળામાં સાંસદ રામ મોકરિયાએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું 'દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-16 17:03:18

એક તરફ જ્યારે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. અનેક લોકો બેરોજગાર બની નોકરીની તલાશમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બેરોજગારીને લઈને જે નિવેદન આપ્યું છે તે ચર્ચામાં છે. રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી, હાલ તમામ જગ્યાઓએ રોજગાર ઉપલબ્ધ છે. તે સિવાય તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેતી માટે કામ કરનારા મળતા નથી. તેમજ મોટા પ્રમાણમાં નોકરી છે પણ લોકો નથી મળતા. 



71 હજાર લોકોને આપવામાં આવી રોજગારી!   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વર્ચ્ચુયલી જોડાયા હતા અને આ કાર્યક્રમમાં 71000 જેટલા લોકોને નોકરી આપવામાં આવી હતી. યુવા પેઠીને અપોઈન્મેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને અપોઈન્મેન્ટ લેટર આપ્યા બાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 70 હજારથી વધારે યુવાનોને ભારત સરકારના અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી મળી છે. ઘણી મહેનત પછી તમે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. હું તમને અને તમારા પરિવારને શુભેચ્છા પાઠવું છું.  


કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીના કર્યા વખાણ!

દેશના અલગ અલગ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભા સાંસદ મોહન કંડોરિયા હાજર હતા તે સિવાય દર્શના જરદોશ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર હતા. કાર્યક્રમમાં રામ મોકરિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના કહેવાથી બે દેશો યુદ્વવિરામ જાહેર કરે છે અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. પીએમ દ્વારા આટલી સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા, પાણી બચાવો સહિતના નિયમોનું પાલન  કરવા જેવાં કાર્યોમાં સહકાર આપવો જોઈએ. જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરે.


સરકારી ચોપડે બોલે છે આટલા બેરોજગાર!

પીએમના વખાણ કર્યા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ પોતાના સંબોધનમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી. હાલ તમામ જગ્યાઓ રોજગાર ઉપલબ્ધ છે.  આ વાતને નકારી શકાય એમ પણ નથી પરંતુ શું ભણ્યા પછી પણ અનેક બેરોજગારો છે એનું શું?  ત્યારે સાહેબશ્રીને એટલું જ પૂછવાનું મન થાય કે સરકારી ચોપડે જે બેરોજગારો બોલે છે તે આંકડો ખોટો છે? સરકારી ચોપડે 2 લાખ 83 હજાર જેટલા બેરોજગારો નોંધાયા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 જેટલા શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. આ આંકડો વિધાનસભામાં સરકારે રજૂ કરેલો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?