ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદે કહ્યું દુનિયાને અલવિદા , યાત્રાને કરાઈ સ્થગિત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-14 10:44:34

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ જાલંધરના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું નિધન થઈ ગયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. નિધન થવાને કારણે એક દિવસ માટે ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી છે.  સાંસદના મોતના સમાચાર મળતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે જવા રવાના થઈ ગયા છે.

Santokh Singh Chaudhary


રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા સાંસદ 

ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. શુક્રવારના દિવસે આ યાત્રા જાલંધરથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીનો સાથ આપવા ત્યાંના સાંસદ પણ આવ્યા હતા. પરંતુ આ યાત્રા દરમિયાન જાલંધરના સાંસદ અચાનક બેહોશ થઈ ગયા હતા.

 

Congress Mp Santokh Singh Chaudhary Died During Bharat Jodo Yatra In Punjab  | Bharat Jodo Yatra 2023: પંજાબમાં ભારત જોડા યાત્રા રોકવી પડી, યાત્રા  દરમિયાન આ કોંગ્રેસ નેતાનું થયું નિધન


હાર્ટએટેકને કારણે થયું મોત 

અચાનક બેહોશ થઈ જતા ત્યાં અફરાતફરી મચી હતી. જે બાદ સાંસદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાર્ટએટેક આવવાને કારણે તેમનું નિધન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર મળતા આ યાત્રાને આજ માટે સ્તગિત કરવામાં આવી છે. આજે આ યાત્રા નહીં નિકાળવામાં આવે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાંસદના ઘરે પહોંચી રહ્યા છે. તેમના નિધનના સમાચાર સાંભળી કોંગ્રેસના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?