સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટરો મૂકવા રાજી નથી'


  • Published By :
  • Published Date : 2023-09-05 19:01:44

ભાજપના અગ્રણી આદિવાસી નેતા અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ નિવેદનો આપી વિવાદ સર્જતા રહે છે. આજે તેઓ અચાનક જ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને જાહેરમાં ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અનેક રજુઆત બાદ પણઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકવા રાજી નથી તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત અન્ય બીમારીથી પીડિત ડેડીયાપાડાનો દર્દી સાજો થાય, તે પહેલા તેને હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દેતા સમગ્ર મામલે મનસુખ વસાવા સુધી પહોંચ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોવા અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


મનસુખ વસાવાએ શું કહ્યું?


મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ બીમારીઓ માટે નિષ્ણાંત તબીબોની આવશ્યક્તા છે. જો કે નિષ્ણાંત તબીબો ના હોવાના કારણે સાજા થયા વિના જ અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ ડેડીયાપાડાથી આવે છે. ડેડીયાપાડીની હોસ્પિટલ 6 મહિના કરતા વધારે સમયથી બનીને તૈયાર છે, પરંતુ ત્યાં એક જ તબીબ હોવાથી ઉદ્ઘાટન કરવામાં આવતું નથી. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડી હોસ્પિટલ સંદર્ભે મેં વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જાણ કરી હતી. જો કે ઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા તબીબો મૂકવા માટે રાજી નથી અને કોઈને કોઈ બહાના કાઢ્યા રાખે છે."


આદિવાસી વિસ્તાર માટે ઋષિકેશ પટેલનું ઓરમાયું વલણ


મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે આજથી 20-25 વર્ષ પહેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્વોલિફાઈ તબીબો હતા. જો કે હાલ કોઈના કોઈ કારણોસર સારા તબીબો અહીં આવતા જ નથી. રાજપીપળા સિવિલ હોસ્પિટલને ક્વોલિફાઈડ તબીબોની જરૂર છે. આ ઉપરાંત જે સાધનો ખૂટી રહ્યાં છે, તે પણ આવવા જોઈએ. હું 6 મહિનાથી રજૂઆત કરું છું અને તેમણે પણ ઋષિકેશ પટેલનું પણ ધ્યાન દોર્યું છે. જો કે મને લાગે છે કે, આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ જાડી ચામડીના છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?