સાંસદ મનસુખ વસાવાએ ભાજપ વિરૂધ્ધ હૈયાવરાળ ઠાલવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-04-04 21:32:02

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટી ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ ટ્વિટરના મારફતે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે "પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું. પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટીના જ નેતાઓએ ઉચ્ચ કક્ષાએ ખોટા કારણો બતાવી ડિબેટ કેન્સલ કરવામાં આવી જેનું દુઃખ થયું છે." અત્રે ઉલ્લેખનિય છે કે સાંસદ મનસુખ વસાવા અનેક વખત ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.


ચૈતર વસાવા પર કર્યા પ્રહાર


સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામેની ઓપન ડિબેટ કેન્સલ થવાને લઈ તેમણે ચૈતર વસાવાને નિશાન બનાવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ   ટ્વીટ કરીને કહ્યું કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે. અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ. ધારાસભ્ય ને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ. જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમ કે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકાર ને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.


સમગ્ર મામલો શું હતો?


ભાજપના સાંસદ મનસુખ વસાવાને નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસે હપતા માંગતા હોવાનો નામ સાથેનો એક નનામો પત્ર મળ્યો હતો. બીજી બાજુ મનસુખ વસાવાએ પત્રમાં લખેલી વિગતો સાચી હોવાનું જણાવતા હવે મામલો ગરમાયો હતો. આ નનામા પત્રમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ભાજપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ હતો. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચીમકી આપતો એક પત્ર લખ્યો હતો. જેમાં ચૈતર વસાવા લખ્યું હતું કે, જો આરોપો જાહેરમાં સાબિત નહીં કરો તો બદનક્ષીનો દાવો માંડવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો હતો. ચૈતર વસાવાએ પત્રમાં મનસુખ વસાવાને નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે 3 દિવસમાં ઓપન ડિબેટનો પડકાર ફેંક્યો હતો. મનસુખ વસાવાએ તે ચેલેન્જ સ્વિકારી પણ લીધી હતી, પણ તેઓ 1 એપ્રિલે તે ડિબેટના સ્થળે ન પહોંચતા તેમની ખાસ્સી મજાક ઉડી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?