સાંસદ ગીતાબેનએ છોટાઉદેપુર કલેક્ટરને પત્ર લખીને કહ્યું, "તમારી કચેરીમાં લાંચ વગર કામ જ નથી થતું"


  • Published By :
  • Published Date : 2023-07-03 21:18:24

છોટાઉદેપુરની કલેક્ટર ઓફિસથી ફરિયાદ આવી છે કે ત્યાં લાંચ લીધા વગર કામ જ નથી થતું. એક નિવૃત વન અધિકારીને ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો જોઈતો હતો. તેમણે છોટાઉદેપુર પ્રાંત કાર્યાલયનો સંપર્ક કર્યો, તેમને એમ કે સરકારી કામ છે, થઈ જશે. નિવૃત વન અધિકારીનું કારણ હતું કે તે પણ સરકારની સિસ્ટમનો જ એક સમયે ભાગ રહેલા હતા. પણ તેમને કડવો અનુભવ થયો. પ્રાંત કાર્યાલયના બે અધિકારી એટલે કે પ્રગ્નેશ પરમાર અને રાજેશ બારડે દાખલો કઢાવી આપવા તેમની પાસેથી અઢી લાખ રૂપિયાની માગણી કરી. નિવૃત વન અધિકારી પણ પૂરતી પહોંચવાળા નીકળ્યા. તેમણે છોટાઉદેપુરના સાંસદને ફરિયાદ કરી દીધી કે કલેક્ટરના કાર્યલયમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લાંચ લીધા વગર કામ નથી થતાં. સાંસદ ગીતાબેન રાઠવાએ આ વાતને ગંભીરતાથી લીધી અને તેમણે છોટાઉદેપુરના કલેક્ટર સ્તૂતી ચરનને પત્ર લખ્યો અને ખેડૂતની વેદના જણાવી. 

સાસંદ ગીતાબેન રાઠવાએ લખ્યું કે છોટાઉદેપુરના મહેસૂલ ખાતામાં ગેરરીતીની ફરીયાદો વધી રહી છે, રૂપિયાની લેતીદેતીવગર કામ જ નથી થતું, આપ જિલ્લાના વડા છો લોકો તમારી પાસે નહીં આવે તો ક્યાં જશે? આવું કહીને તેમણે બંને ભ્રષ્ટાચારી અધિકારી વિશે જણાવ્યું કે તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત વન કર્મચારી પાસે પણ લાંચ માગવાનું બાકી ન રાખ્યું, જો પૂર્વ સરકારી અધિકારીઓના આ હાલ હશે તો બાકીના સામાન્ય લોકોની તો વાત જ ન કરવાની હોય. સાંસદ ગીતાબેન રાઠવાએ તો કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું કે ખેડૂતોને કોઈ જવાબ નથી મળતા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે કલેક્ટરનો વહીવટી તંત્ર સાથતે કોઈ તાલમેળ જ નથી લાગી રહ્યો. આવું કહીને સાંસદે કલેક્ટરને વિનંતી કરી છે કે પાંચ દિવસમાં આ ફરિયાદનો નિકાલ કરો.


"ભાજપ જ MP કહે છે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર"

જો કે આ સમાચાર મીડિયામાં આવતા લોકોના ધ્યાનમાં આવ્યા હતા કે છોટાઉદેપુરમાં આવું થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આ બાબતે પોતાની વાત મૂકી હતી કે ભાજપના શાસનમાં ખુલેઆમ ભ્રષ્ટાચાર થતઈ રહ્યો છે, આ વાત કોંગ્રેસ નહીં પણ ભાજપના જ સાંસદ કહે છે.

સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ નથી ચાલતી? 

કલેક્ટર... આ શબ્દ એવો છે કે જે એક સમયે શહેરના યુવાનોના મનમાં ફૂટતો હતો કે મારે આ જગ્યા સુધી પહોંચવું છે. એ સમય પસાર થયો અને હવે સમય એવો આવ્યો છે કે ગામડાના છોકરાના માનસ સુધી આ શબ્દના સપનારૂપી બીજ રોપાઈ ગયા છે. તેમના કાર્યાલયમાં જો આવો સડો જીવંત હોય તો કલેક્ટરને સડો દૂર કરવા રાહ જોવી ન જોઈએ, બાકી મોડું થઈ જશે. આ દેશ એક સિસ્ટમથી ચાલે છે. ગામડામાં લોકોની સમસ્યા સાંભળવા માટે સરપંચ અને સભ્યો છે. જિલ્લાઓમાં નેતા છે જેને લોકો ચૂંટે છે અને ધારાસભ્ય બનાવે છે. આ જ ધારાસભ્યો સાંસદોને ચૂંટે છે જે કાયદા ઘડવામાં મદદ કરે છે. આવી રીતે દેશનું સંચાલન થાય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ ચાલી નથી રહી કારણ કે ભ્રષ્ટાચાર રૂપી સડો લાગી ગયો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?