ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે કારણ કે ચૌધરી સમાજના વિપુલ ચૌધરી સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરી છે. સમગ્ર બાબતો વચ્ચે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચરાડા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.
ભાજપ રમી શકે છે મોટો દાવ
વિપુલ ચૌધરી પર કથિત 800 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ચૌધરી સમાજનું માનવું છે કે વિપુલ ચૌધરી પર કાર્યવાહી કરીને ભાજપ વિપુલ ચૌધરીને ફસાવી રહી છે. ચૌધરી સમાજની અબુર્દા સેનાને સાંસદ ભરત ડાભી સમર્થન આપી રહ્યા છે. ત્યારે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે કાર્યક્રમમાં આવે તો પોતાના શબ્દોનો જાદુ ચલાવીને મતોમાં વધારો કરી શકે છે.
માનસિંહ પટેલની જન્મ જયંતી નિમિતે સ્નેહમિલન
દૂધસાગર ડેરીની સ્થાપના કરનાર અને પાંખ આપનાર સ્વ. માનસિંહ ચૌધરીની જન્મ જયંતી નીમિતે એટલે કે 15 નવેમ્બરે સ્નેહ મિલનનું આયોજન રખાયું છે. અર્બુદા સેના હાલ ભાજપથી નારાજ ચાલી રહી છે ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જો કે આ આમંત્રણ છે પ્રધાનમંત્રી આવશે કે નહીં તે વાત બાદની છે.