Amreliમાં સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો જનતાના રોષનો સામનો, જાહેરમાં લોકોએ નેતાને ઝાટક્યા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-09 11:58:38

અવાર-નવાર એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્યને, સાંસદને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડતું હોય છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીનું સોલ્યુશન નહીં આવતા લોકો ગુસ્સે ભરાઈ જાય છે અને જ્યારે મોકો મળે ત્યારે પોતાનો વિરોધ દર્શાવે છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ પ્રકારની ઘટના બની હોય. કોઈ વખત ધારાસભ્યને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડે છે તો કોઈ વખત સાંસદને લોકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ સાંસદ અને ધારાસભ્યની એક સાથે ઝાટકણી કાઢી છે.  

સાંસદ અને ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો 

લાઠી તાલુકાના હજીરાધાર ગામે આવી પહોંચેલી ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યને લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો હતો.ભારત સંકલ્પ યાત્રા હજીરાધાર ગામે આવી પહોંચી ત્યારે સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઇ તળાવીયા હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક લોકો ઉભા થઈ ગયા અને વિરોધ શરૂ કર્યો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જ હોબાળો મચી ગયો હતો! 

આ પહેલી વાર નથી આવા તો અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે 

સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં નેતાને, ધારાસભ્ય અને સાંસદને વિરોધનો સામનો કરવો પડે છે. અમરેલીમાં જ્યારે યાત્રા પહોંચી ત્યારે કંટાળેલા લોકોએ ત્યાં આવેલા નેતાઓને ઘેરી લીધા. જે નેતાઓને ધેર્યા તે સાંસદ અને ધારાસભ્ય હતા. લોકો કંટાળી અને ત્યાં આવેલા નેતા સામે આક્રોશ સાથે રજૂઆત કરતા હોય ફરી એકવાર કંઈક એવો જ સીન થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો એકઠા થઈ ગયા સાંસદ નારણ કાછડીયા અને બાબરાનાં ધારાસભ્યોને જાહેરમાં ઝાટક્યાં. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોનો ભરાયેલો રોષ ભભૂકી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?