ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભયાનક હિમસ્ખલનના કારણે 11 પર્વતારોહકોના મોત થયા છે. આ ઘટના દ્રૌપદી કા ડાંડા નામના સ્થળે બની હતી, જ્યાં સામાન્ય રીતે પર્વતારોહણને તાલીમ આપવામાં આવે છે. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 29 ટ્રેની ગયા હતા. આ હિમસ્ખલનમાં હજુ પણ 18 લોકો ફસાયેલા છે. બીજી તરફ NDRF-SDRF અને સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે.
સેનાનું બચાવ અભિયાન શરૂ
ઉત્તરકાશીના દ્રૌપદી કા ડાંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહકો બરફના ભારે તોફાનમાં ફસાયા હતા. ત્યાર બાદ પર્વતારોહકોને બચાવી લેવા માટે તંત્ર દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં 11 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચિતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે.
Local administration, SDRF, NDRF, ITBP and Army teams are engaged in relief and rescue operations, says Union Home Minister Amit Shah on 29 trainee mountaineers hit by avalanche in Uttarkashi pic.twitter.com/JpOvkqWKiw
— ANI (@ANI) October 4, 2022
રાજનાથ અને અમિત શાહે ટ્વિટ કરી મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું
Local administration, SDRF, NDRF, ITBP and Army teams are engaged in relief and rescue operations, says Union Home Minister Amit Shah on 29 trainee mountaineers hit by avalanche in Uttarkashi pic.twitter.com/JpOvkqWKiw
— ANI (@ANI) October 4, 2022સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અને ગૃહ મંત્રી અમિત શાહે પર્વતારોહકો નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું કે, “ઉત્તરકાશીમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.