Motivational Speaker Vivek Bindra વિવાદોમાં ફસાયા, તેમની પત્ની પર હુમલો અને દુર્વ્યવહાર કર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-23 14:33:16

થોડા સમય પહેલા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ફરીથી મોટિવેશનલ સ્પીકર ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોઈ બીજાએ પરંતુ તેમની પત્નીએ કર્યો છે. પત્ની સાથે મારપીટ  કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં વિવેક બિન્દ્રાનો અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના લગ્ન 6 ડિસેમ્બર 2023એ થયા હતા. 

સંદીપ માહેશ્વરી સાથે ચાલ્યો હતો વિવાદ 

સોશિયલ મીડિયા પર અનકે વખત જ્યારે તમે રિલ્સ જોતા હશો ત્યારે વિવેક બિન્દ્રાની મોટિવેશનલ સ્પીચ આવતી હશે. પરંતુ થોડા સમયથી વિવેક બિન્દ્રા સતત ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા સંદીપ માહેશ્વરી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિવેદ બિન્દ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. વિવેક બિન્દ્રાની પત્નીએ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખળ કરવામાં આવી છે. 


વિવેક બિન્દ્રાની પત્નીને પહોંચી ઈજા  

મીડિયા રિપોર્ટ અનુસાર વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, તેની બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બર, 2023ના રોજ વિવેક બિન્દ્રા સાથે થયા હતા. બીજા દિવસે 7મી ડિસેમ્બરે સવારે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમની બહેને દરમિયાનગીરી કરી તો વિવેક બિન્દ્રાએ તેને માર માર્યો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી યાનિકાને ઘણી ઈજાઓ થઈ છે. તે પોતાના કાનથી સાંભળી નથી શકતી. માથા પર પણ ઘા છે, જેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?