વડોદરામાં માતાએ બે પુત્રીઓને ઝેરી દવા પીવડાવ્યા બાદ ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-07-11 14:04:16

રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે. વડોદરામાં પણ એક માતાએ તેની બે દીકરીઓની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી માતાએ તેની બે સગી પુત્રીઓને ઝેરી દવા પિવડાવી દીધી હતી. આ મહિલાએ પણ આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે જ પાડોશીઓએ બચાવી લીધી અને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  


છૂટાછેડા બાદ એકલી રહેતી હતી મહિલા


આ ચકચારી ઘટના અંગે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી છે કે છૂટાછેડા દક્ષાબેન ચૌહાણ તેમના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેમની બે દિકરીઓ હની અને સુહાની સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.આજે વહેલી સવારે દક્ષાબેને બને પુત્રીઓને ઝેરી દવા આપી દીધી હતી જેમાં એક પુત્રીને ઝેરી દવાની કોઈ અસર ન થતા ગળું દબાવીને તેની હત્યા કરી હતી. બાદમાં દક્ષાબેને પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દક્ષાબેનને આત્મહત્યા કરી રહ્યાં હોવાની પાડોશીઓને જાણ થતા દક્ષાબેનને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ મથકને થતા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.


શા માટે પુત્રીઓની હત્યા કરી?


મહિલાએ કયા સંજોગોમાં આવીને પોતાની વ્હાલસોયી પુત્રીઓને મોતને ઘાટ ઉતારી તે અંગે પોલીસે જણાવ્યું કે દક્ષાબેન ચૌહાણ નાણાભીડમાં આવીને આ પગલું ભર્યું છે. મહિલા સોસાયટીમાં 15 દિવસ પહેલા રહેવા આવી હતી તેની બંન્ને દિકરીઓની સ્કૂલની ફી અને મકાનનું ભાડું આપી શકતી ન હતી. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જેના કારણે પોતાની બાળકીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે તેમના મકાનના ઉપરના ઘરમાં રહેતી મહિલા તેમને જોઈ જતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. માતા દક્ષાબેન ચૌહાણ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. એફ.એસ.એલ ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...