તમામ કષ્ટોનો નાશ કરતી માતા કાલરાત્રિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 10:59:56

નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગાનું સાતમું સ્વરૂપ છે માતા કાલરાત્રિ. એવુ કહેવામાં આવે છે તે જે પણ માતા કાલરાત્રિની ઉપાસના કરે તેના તમામ કષ્ટો માતા દૂર કરે  છે. આ સ્વરૂપ માતાનું રોદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી ભય અને રોગનો નાશ થાય છે.

કેવી રીતે થઈ કાલરાત્રિની ઉત્પતિ?

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. શુંભ, નિશુંભ અને રક્તબીજનો વધ કરવા માતાએ કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાથી તેમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.  

Navratri Day 7 - Maa Kaalratri - 24 News Daily

કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ?

મા કાલરાત્રિ ગદર્ભ પર બિરાજમાન થઈ ભક્તોના કષ્ટને હરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાએ ખડગ ધારણ કર્યું છે બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં તેઓએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાના કેશ લાંબા અને વિખરાયેલા છે. 

કયા મંત્રથી કરશો માતાની ઉપાસના?

માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે - 

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો કોઈ આ મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે તો માતાજીના બીજ મંત્રથી પણ તેમની ઉપાસના કરી શકાય છે. માતાજીનો બીજ મંત્ર - 

ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

કયો ભોગ માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રિના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે માતાજી સમક્ષ ગોળનો ભોગ અર્પણ કરવો જોઈએ. ગોળ નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.  

  What is Jaggery | Organic Facts




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે