મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની અમૃતપાલ સિંહની આખરે ઝડપાયો, પંજાબના મોગામાંથી કરાઈ ધરપકડ, 18 માર્ચથી હતો ફરાર


  • Published By :
  • Published Date : 2023-04-23 11:28:21

પંજાબ પોલીસ જેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી હતી તે મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક ચીફ અમૃતપાલ સિંહની અંતે ધરપકડ થઈ છે. વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહની 36 દિવસ બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ખાલિસ્તાન સમર્થકને પોલીસે પંજાબના મોગાના ગુરુદ્વારામાંથી ધરપકડ કરાઈ છે, અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા જ ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. 


પંજાબ પોલીસે આપી જાણકારી


ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મોગમાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સલામતી જાળવવા અપીલ કરી છે. લોકોને કોઈપણ ફેક ન્યૂઝ શેર ન કરવા પણ અપીલ કરી છે.


NSA એક્ટ હેઠળ થશે કાર્યવાહી


પંજાબ પોલીસે18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી લીધી હતી. પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વૉરંટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. 


કોણ છે અમૃતપાલ સિંહ?


અમૃતપાલ સિંહ  'વારિસ  દે પંજાબ' સંસ્થાનો ચીફ છે. આ સંગઠન અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યું છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત ફર્યો હતો.  'વારિસ  દે પંજાબ' સંગઠનની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા કરવામાં આવી હતી. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલ આ સંગઠનનો વડો બન્યો હતો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું હતું. અમૃતપાલની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સાંઢગાંઠ હોવાનું પણ સામે આવ્યું છે. તેણે 23 ફેબ્રુઆરીના રોજ તેના એક સાથીને છોડાવવા હજારો સમર્થકો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યાર બાદ તેણે વિવિધ ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં પણ અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. તે ઉપરાંત તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?