લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યા હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સંભળાયા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. મંત્રીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો તો ચર્ચાનો વિષય બનતા પરંતુ શબ્દો પણ આ વખતની ચૂંટણીમાં ચર્ચાયા... કોઈ પણ સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધમાં તો કોઈ વખત નેતાઓના ભાષણમાં... ત્યારે એવા અનેક શબ્દોની ચર્ચા કરીએ જે આ વખતની ચૂંટણી વખતે સાંભળવા મળ્યા છે.
ક્ષત્રિય વિવાદ શબ્દ બન્યો હતો ચર્ચાનો વિષય
સૌથી વધારે આ ચૂંટણીમાં શબ્દ વપરાયો હોય અથવા તો સંભળાયો હોય તો તે છે ક્ષત્રિય વિવાદ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ શબ્દની આગળ પાછળ જ જાણે ગુજરાતની રાજનીતિ ફરી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. તે સિવાય નામાંકન રદ આ શબ્દ પણ વારંવાર સાંભળવા મળ્યો છે.. તે બાદ માફી શબ્દ પણ વારંવાર ઉચ્ચારવામાં આવ્યો છે... માફી શબ્દ અનેક વખત સંભળાયો છે.
કવિતા યુદ્ધ પણ જામ્યું હતું નેતાઓ વચ્ચે
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનેતામાં રહેલા કવિની આત્મા પણ અચાનક જાગી ગઈ હતી.. વચ્ચે કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી અને વર્તમાન પરિસ્થિતિ પર કટાક્ષ કરવામાં આવતો.. તે સિવાય પ્રચાર દરમિયાન હરખપદુડા,બબૂચક શબ્દ, ટનાટન જેવા શબ્દો સાંભળવા મળ્યા.. તે સિવાય શહેજાદા, રાજા મહારાજા, રાવણ, લેન્ડ જેહાદ, મોદી અંકલ, ગેરંટી, વોટ જેહાદ જેવા શબ્દો રાષ્ટ્રીય નેતાઓ દ્વારા વાપરવામાં આવ્યા.. તે સિવાય ડ્રગ્સ, આતંકવાદ જેવા શબ્દો પણ સાંભળવા મળ્યા છે..
વોટ સાથે નોટ, પાઘડી જેવા શબ્દો પણ અનેક વખત વપરાયા
બિનહરીફ શબ્દ પણ આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યો હતો જ્યારે સુરતના બીજેપી ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તે સિવાય બનાસની બેન અને બનાસની દીકરી, વોટ સાથે નોટ જેવા શબ્દો પણ આપણા કાનોમાં આ ચૂંટણી પ્રચાર દરમિયાન પડ્યા છે. પાઘડી ઉતારી અનેક ઉમેદવારોએ મત માગ્યા છે.. અનેક મહત્વનું છે આના સિવાય પણ અનેક એવા શબ્દો હશે જે વપરાયા હશે. જો તેમને પણ કોઈ આવા શબ્દો યાદ આવતા હોય તો અમને કમેન્ટમાં જણાવજો..