આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે લગભગ 1,500 લોકો ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે, કારણ કે સેંકડો લોકોની હાલત અત્યંત નાજુક છે. ગત શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર હતું. અહીં ભયાનક વિનાશ સર્જાયો છે. મારકેશ એટલાસ ટેકરીઓની વચ્ચે આવેલું એક ઐતિહાસિક શહેર છે. દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. હાલ મારકેશમાં કાટમાળ અને લાચારી જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર રાત વિતાવવી પડી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
More than 2,000 people were killed as rescue teams raced to find survivors trapped under the rubble of flattened villages in #Morocco following the country's strongest-ever quake pic.twitter.com/SVmksFLNBP
— Md Mohsin (@Md291097) September 10, 2023
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી
More than 2,000 people were killed as rescue teams raced to find survivors trapped under the rubble of flattened villages in #Morocco following the country's strongest-ever quake pic.twitter.com/SVmksFLNBP
— Md Mohsin (@Md291097) September 10, 2023
ભૂકંપ બાદ, રાબાતમાં ભારતીય દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી જારી કરી અને કહ્યું કે તે ભારતીય સમુદાયના સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભૂકંપને કારણે કોઈપણ ભારતીય નાગરિક પ્રભાવિત થયા હોવાની હજુ સુધી કોઈ જાણકારી નથી." તેણે મોરોક્કોમાં હાજર તમામ ભારતીય નાગરિકોને ધીરજ રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સલાહ/ ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો દુતાવાસના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે જે કોઈપણ મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
PM મોદીએ સંવેદના વ્યક્ત કરી
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મોરોક્કોમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું અત્યંત દુ:ખી થયો છું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલદી સાજા થાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે.