અયોધ્યામાં દર વર્ષે 5 કરોડથી પણ વધુ પર્યટકો પહોંચશે, ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝનો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:51:08

અયોધ્યામાં યોજાઈ રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે. આજે સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં એક ભવ્ય ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશ અને વિદેશના લાખો શ્રધ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. આ દરમિયાન ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યાના સ્વરૂપમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે. આ સ્થળને યોગ્ય રીતે વિકસાવવામાં આવશે તો તે દર વર્ષે પાંચ કરોડથી પણ વધુ પર્યટકોને આકર્ષિત કરી શકે છે.  


અયોધ્યામાં અબજો ડોલરનું રોકાણ


ઐતિહાસિક શહેર અયોધ્યામાં આ સમયે લગભગ 10 અબજ ડોલરના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે. તેમાં એક એરપોર્ટ, વિશાળ રેલવે સ્ટેશન, ન્યૂ ટાઉનશિપ, સુંદર રોડ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે.હવે શહેરમાં ભવ્ય હોટેલો પણ ખુલી રહી છે, તેની સાથે જ ત્યાં મોલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરાશે. આ કારણે ત્યાંના અર્થતંત્ર પર મલ્ટીપ્લાયર ઈફેક્ટ થશે અને અન્ય આર્થિક પ્રવૃતિઓને પણ વેગ મળશે.    


ટૂરિસ્ટ હોટસ્પોટ બનવા માટે તૈયાર


બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ભારતના પર્યટનને વેગ આપવા માટે એક ટેમ્પલેટ છે. ત્યાં 10 અબજ ડોલરના ખર્ચે થઈ રહેલા મેકઓવરના કારણે જુના અયોધ્યા એક વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટન હોટસ્પોટમાં બદલાઈ જશે. શહેરમાં લગભગ 22.5 કરોડના ડોલરના રોકાણથી નવું રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેના કારણે અયોધ્યામાં આર્થિક અને ધાર્મિક પ્રવાસન વધવાનું અનુમાન છે. અયોધ્યામાં હોટેલ, હોસ્પિટાલિટી, FMCGની સાથે-સાથે અનેક ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?