દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો દેશમાં 4435 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. હજી સુધી 5 લાખ 30 હજાર 916 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 44179712 લોકોએ કોરોનાને માત આપી છે.
એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 23 હજારને પાર!
એક સમયે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હજારની અંદર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોનાની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4435 કેસ સામે આવ્યા છે. 4 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં વધી રહ્યા છે કોરોના કેસ!
ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો ગઈ કાલે કોરોનાના 317 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝપેટમાં રાજસ્થાનના બે દિગ્ગજ નેતાઓ આવી ગયા છે. અશોક ગેહલોત અને વસુંધરા રાજે કોરોના પોઝિટિવ નોંધાયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એક્ટિવ થઈ છે. વધતા કેસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.