સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ ધીરે ધીરે નિયંત્રણમાં આવતું હોય તેવી લાગી રહ્યું હતું ત્યારે ચીનથી મળતા સમાચારે ચિંતામાં વધારો કર્યો છે. ચીનમાં ફરી એક વખત કોરોના કેસે માથું ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે પણ 30 હજાર કોરોના કેસ નોંધાયા હતા જ્યારે આજે પણ ફરી એક વખત કોરોના સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર પહોંચ્યો છે.
કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો
ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અચાનક વધતા સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. અનેક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 32943 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે પણ આ આંકડો 30 હજારને પાર પહોંચ્યો હતો. કોરોના કેસ વધતા ચીન સરકારે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કર્યો છે. બહારથી આવતા લોકો માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.
અનેક લોકો ઘરમાં કેદ
શિયાળો આવતા ચીનમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. કોરોના કેસ વધતા અંદાજીત 35 લાખ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.