એક તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે, લોકસભાની ચૂંટણી ભેગા થઈ લડશે તેવી વાતો પણ ચાલી રહી હતી. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થશે તેવી જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી દીધી હતી. પરંતુ તે બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી જેમાં કહેવામાં આવ્યું છે ગઠબંધન અંગેનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. આ ચર્ચાઓ ચાલી રહી હતી તે બધા વચ્ચે આપના અનેક નેતાઓ, જિલ્લા પ્રમુખોએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. 20થી વધુ આપના નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ આપનો સાથ છોડી દીધો છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.
આપને અલવિદા કહી 20 જેટલા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા!
ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલના આવ્યા બાદ સંગઠનને વધુ મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે. એક તરફ ગઠબંધનની વાતો ચાલી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 20 જેટલા નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. આપને અલવિદા કહી દીધું છે. આપને મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખથી લઈને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે.
આ નેતાનું શક્તિસિંહ ગોહિલે પાર્ટીમાં કર્યું સ્વાગત
આમ આદમી પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓની વાત કરીએ તો જયેશ ઠાકોર, ખેડા જિલ્લા પ્રમુખ નલિન બારોટ, સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ, ખેડા આપ જનરલ સેક્રેટરી દિનેશ પરમાર, જેતપુર શહેર સંગઠન મંત્રી પ્રમોદ ત્રાડા સહિત અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.