દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો જ્યારે આજે તો કોરોના સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 10158 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ 10 હજારને પાર નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસનો આંકડો 44988 પર પહોંચી ગયો છે.
Covid-19 | India reports 10,158 new cases in last 24 hours; the active caseload stands at 44,998
— ANI (@ANI) April 13, 2023
(Representative Image) pic.twitter.com/yS0pdGdjbf
એક દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કોરોના કેસ
પ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ આંકડો પાંચ હજારની આસપાસ નોંધાતો હતો. જે બાદ 6 હજારને પાર કોરોના કેસનો આંકડો નોંધાયો હતો. પરંતુ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો. પરંતુ આજે જે સંક્રમિતોનો આંકડો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે. છેલ્લા 24 કલાકમાં 10158 કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આટલા બધા કેસ ઘણાં મહિનાઓ પછી નોંધાયા છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. અનેક રાજ્યો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.