ડમીકાંડ મામલે રોજને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારં આ મામલે વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલાનું કનેક્શન હવે અમરેલી સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ડમી કાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો.
આ આરોપીએ પરીક્ષામાં બેસાડ્યો ડમી ઉમેદવાર!
પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ જે ઘટનાક્રમ હતો તે અંગેની જાણ બધાને છે. ડમીકાંડમાં તોડકાંડનો એન્ગલ આવ્યો. ડમીકાંડમાં પણ તોડકાંડ જેવી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી રાહ લોકો જોઈ રહ્યા હતા. ત્યારે ડમીકાંડમાં જોડાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડમાં ભાવનગર એસ.ઓ.જીએ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો. તા.૨૦/૩/૨૦૨૨ના રોજ લેવાયેલી પરીક્ષામાં તેની બદલીમાં ડમી ઉમેદવાર બેઠો હતો. આરોપી છે મલ્હારભાઇ તુષારભાઇ ભટ્ટ જે ભાવનગરનો જ રહેવાસી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે હવે આગળ પોલીસ કેટલા આરોપીને પકડે છે તે જોવાનું રહ્યું.
આ કેસના તાર બનાસકાંઠા સુધી પહોંચ્યા!
આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે આ ડમીકાંડના તાર બનાસકાંઠા અને અમરેલી સુધી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર SITની ટીમ બનાસકાંઠા પહોંચી છે. અમરેલી ખાતે પણ SITની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ મામલે કયા આરોપીની ધરપકડ થાય છે અને બનાસકાંઠાથી શું કનેક્શન છે તે આગામી દિવસોમાં ખબર પડશે. અમારી પાસે જે જાણકારી આવી છે તે મુજબ PKના તાર બનાસકાંઠા સુધી જોડાયેલ છે ત્યાં પણ અનેક વિદ્યાર્થીઓ છે જે ડમી કાંડમાં સંડોવાયેલા છે. અમરેલીના કનેક્શનની વાત કરીએ તો અમરેલીથી જે ચિનગારી લાગી હતી તેની જ આગ ભાવનગર સુધી પહોંચી અને ડમી કાંડના કોભાંડ સુધી પહોંચી હતી
અમરેલીમાં બનેલી એક ઘટનાનું ભાવનગર કનેક્શન શું છે?
5 એપ્રિલ 2023એ જ્યારે યુવરાજસિંહએ પહેલી પ્રેસ કોન્ફરએન્સ કરી ડમી કાંડને લઈને ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ડમીકાંડનો ચોંકાવનારો ધડાકો કર્યો. પરંતુ આ દાવા પાછળની અસલી કહાની શું છે? છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતભરના લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો હશે. કારણકે પ્રેસ કોન્ફરન્સ કર્યાના ત્રણ અઠવાડિયામાં ડમીકાંડનું આખુ ચિત્ર જ બદલાઈ ગયું. કથિત રીતે ગુજરાતના સૌથી મોટા પરીક્ષા કૌભાંડને ખુલ્લો પાડીને જે યુવરાજસિંહ હિરો બન્યા હતા, એ હવે ભાવનગરની જેલમાં કેદ છે. તેમના પર ખંડણીના ગંભીર આરોપ છે.
અમરેલીથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો!
યુવરાજસિંહને માર્ચ મહિનાના અંતમાં જાણકારી મળી ચુકી હતી કે તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતાં 17 વર્ષીય તરુણે ધોરણ 12ની ડમી તરીકે અમરેલીમાં જઈને પરીક્ષા આપી છે. આ માહિતીના પગલે યુવરાજસિંહ તેમની નજીકના કેટલાક લોકો સાથે પીપરલા ગામ પહોંચ્યા હતા. ત્યારે ડમી તરીકે પરીક્ષામાં બેસેલો તરુણ ન્હાતો હતો. ત્યાંથી યુવરાજસિંહ અને તેના સાથીદારો તેને લઇને જાય છે. આ ઘટનાની પોલીસને જાણ કર્યા વગર જ યુવરાજસિંહે ખાનગી રીતે યુવકની પૂછપરછ કરી હતી. જેમાં એ તેણે કબૂલાત કરી કે, તેણે ડમી તરીકે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને પછી આ સમગ્ર કૌભાંડનો ખેલ શરૂ થયો
તોડકાંડની તપાસ કરી રહેલા પીઆઈ વિરૂદ્ધ કરાઈ ફરિયાદ!
દિવસે અને દિવસે આ બંને કાંડના કેસ ગુંચવાતા જાય છે રોજ એક નવી અપડેટ આવે છે રોહ નવા ખુલાસા થાય છે હમણાં એક ખબર આવી કે તોડકાંડ પ્રકરણની તપાસ કરી રહેલા PI એ.ડી.ખાંટ સહિત છ લોકો સામે તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુન્હો દાખલ થતાં આજે સવારથી જ PIખાંટ રજા પર ઉતરી ગયા હતા. હાલ તે ફરાર છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે?