મોરબી દુર્ઘટના: હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ,સરકારને નોટિસ


  • Published By :
  • Published Date : 2022-11-07 13:10:26

મોરબીની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. બેદરકારીના કારણે કેટલાય માસૂમોનાં મોત થયા હતા જોકે આ બાબતે હવે હાઇકોર્ટ ઉગ્ર થઇ છે અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે હવે 14 નવેમ્બરે આગામી સુનાવણી થશે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરવાની સાથે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઇકોર્ટને પત્ર લખીને સુઓમોટો દાખલ કરવાની માંગ કરી હતી.


ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મોરબીના ચીફ ઓફિસરને મોરબી બ્રિજ દૂર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ઝૂલતો પુલ જર્જરીત હાલતમાં હતો જેને કારણે ચીફ ઓફિસરની બેદરકારી સામે આવી હતી.જેથી સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 


ઓરેવા કંપનીના મલિક જયસુખ પર કોનો હાથ ?

મોરબીના ઝૂલતા પુલની જવાબદારી અને સંચાલનનું કામ જે કંપનીનું હતું એ કંપનીના માલિકનું નામ ફરિયાદમાં ક્યાંય પણ નથી, ઓરેવા કંપનીના મલિક જયસુખ દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સરકારે આ કેસમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ મૂક્યું જ નથી તે આષ્ચર્યજનક છે લોક મુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?