મોરબી દુર્ઘટનાઃ પોલીસે 9 લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 18:53:40

પોલીસે નાના લોકોને પકડી લીધા, મોટા માથા કે કંપની માલિક વિશે બોલવાનું જ ટાળ્યું, પત્રકાર પરિષદમાં પત્રકારોએ સવાલોનો મારો કર્યો પરંતુ મોરબી રેન્જ IGએ કંપની વિશે કે કંપનીના માલિક વિશે બોલવાનું ટાળ્યું, શું 130થી વધુ લોકોના મોત નાની ઘટના છે? વિદેશ સુધી આ દુર્ઘટનાની નોંધ લેવાની આવી છે. અનેક દેશના લોકો ભારતને સંવેદના પાઠવી રહ્યું છે અને બીજી બાજુ પોલીસ નાના લોકોને પકડીને ખુશી મેળવી હતી. 


મોરબી પોલીસે દુર્ઘટનાના 9 આરોપીની ધરપકડ કરી 

ગુજરાતની મોરબી પોલીસે દુર્ઘટના મામલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કાર્યવાહી મામલે અપડેટ આપ્યું હતું. મોરબી રેન્જ આઈજી અશોક યાદવે પોલીસની કામગીરી, સારવારની કામગીરી સહિતની તમામ માહિતી આપી હતી. મોરબી પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી હતી. કલમ 144, 304 અને 308 અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 9 જેટલા લોકોની પહેલા અટકાયત કરી હતી ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


મોરબી પોલીસે કંપની કે મોટા માથા વિશે બોલવાનું ટાળ્યું

મોરબી પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ કરી છે. ઝુલતા પુલની ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી, મોરબી ઝુલતા પુલના સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારની ધરપકડ હતી. મોરબી પોલીસ જ્યારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે પત્રકારોએ પોલીસને સવાલો કર્યા હતા કે મોટા માથાઓને ક્યારે પકડવામાં આવશે ત્યારે મોરબી પોલીસે ગોળગોળ જવાબ આપીને સવાલો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે સુધી પત્રકારોના સવાલોના મોરબી પોલીસે જવાબ નહોતો આપ્યો.


જેમ કે ગઈકાલથી જ ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે મોટા માથાઓ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે. કંપનીના માલિકો સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને એમ જ થયું. નાના લોકોને પોલીસે પકડી લીધા અને મોટા લોકો રહી ગયા. અગાઉ પણ આવી જ ઘટનાઓ જોવા મળી છે, મોટી દુર્ઘટના સર્જાય જેમાં મોટા માથાઓ હોય છે તેમાં મોટા માથાઓ સુધી પોલીસ પહોંચી જ નથી શકતી. નાના લોકોને પકડીને પોલીસ ખુશ થઈ જાય છે. હાલ પોલીસે એવું નિવેદન આપીને સવાલો ટાળ્યા છે કે તપાસની એક રીત હોય છે. જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવે છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે જેમ તપાસ વધશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. જે ગુજરાતના પત્રકારો કે ગુજરાતની જનતા માટે નવું નહોતું. કારણ કે હર મોટી ઘટનામાં આવા જ નિવેદનો આપવામાં આવે છે અને મોટા લોકો બચી જાય છે. 






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?