મોરબી કરૂણાંતિકા: 97થી વધુ લોકોના મોત, મૃત્યુઆંક 100ને પાર થવાની શક્યતા, મોરબી હોસ્પિટલમાં બેડ ખુટ્યાં


  • Published By :
  • Published Date : 2022-10-31 01:08:29

મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડતા 97થી વધુ લોકોના મોત તથા અનેક લોકો ઘાયલ થયા છે, 97 મૃતકોમાં 25 બાળકોનો પણ સમાવેશ થાય છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંક 100ને પાર થઈ શકે છે. આ ભયાનક દુર્ઘટના બાદ પરિસ્થીતી એટલી વિકટ બની છે કે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો કણસી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ખાટલે ખાટલે ઈલાજ માટે ટળવળતા ઘાયલો, લાશોના ઢગલા, સગા વ્હાલાઓ મૃતદેહોની ઓળખ કરતા જોવા મળ્યા હતા, કેટલાક લોકો કે જે હજું પણ ગુમ થયા છે તેમના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવતા અંધાધુંધી સર્જાઈ હતી. સર્વત્ર હૈયાફાટ રૂદન કરતા પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલનો માહોલ ગમગીન બન્યો હતો.


એમ્બ્યુલન્સોના અવાજથી મોરબી ગાજી ઉઠ્યું


ઘાયલોને લઈ આવતી એક પછી એક એમ્બ્યુલન્સના અવાજ મોરબી શહેરમાં સંભળાઈ રહ્યો છે. ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી રહ્યાં છે. જો કે ઈજાગ્રસ્તો માટે બેડ પણ ખુટી પડ્યા હતા, ઈજાગ્રસ્તોના પરિવારજનોથી મોરબી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ ઉભરાઈ છે.  મોરબી સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓની સારવાર માટે લાગી ગયો છે. 


રાજકોટથી 5 ડોક્ટર અને 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના


રાજકોટ સિવિલ હોસ્પિટલથી 5 ડોક્ટર અને 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.


સેનાના 30 ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ મોરબી રવાના


મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના 60 તથા નેવીના 50 જવાનો, 33 એમ્બ્યુલન્સ, 7 ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના 30  ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ રવાના થયો છે. આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ 60 જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત 50 માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?